કા'નજી મારો ,હાર હૈયાનો
ઉઠો ને મારાં બાળ;
ભોર ભઈ આ,સાંભળ કાં'ના ,
પંખીનાં મધુરાં ગાન !
ઉષાનો રંગ કેવો છવાયો ,
સુંદર કેસરી આભ ;
ગાયો તારી ,ભામ્ભારીને,-સુણ
પાડે તને સાદ .
આ લો વ્હાલાં !દૂધ કેસરિયા
ને પીવો ગઢી છાસ ;
ટીમણ કરો ઘેવરનું ને
સિધાવો વનવાટ .
બંસીવટ ને કુંજ ઘટા તને
બોલાવે બંસરી સાથ ;
"બેલા"ય અધિરી થઈને ડોલે
સુણવા બંસીની તાન .
બેલા
૧૯-૪-૨૦૧૨ /૭.૪૦.એ.એમ.
No comments:
Post a Comment