જ્યારથી મળ્યો મને મારો કાનુડો,
દૂર હટયાં મનનાં સૌ સંતાપો .
હવે દલડું રમણે ચડ્યું છે,
કેવાં ખેલ ખેલે છે,એની સંગે કાનુડો !
ઘડીક સંતાય,ઘડીક દે ,ખો ;
ઘડીક દોડાવે પકડવાને આ કાનુડો !
પણ "બેલા" હવે ભોળી નથી રહી શામળા !?
બાંધી રાખશે હૈયે ,ગમે ત્યાં જાય એનો કાનુડો !!!
બેલા
૧૬-૪-૨૦૧૨/૧૨.૩૫.પી.એમ
No comments:
Post a Comment