સુનું કરીને વ્રજધામ
શું ગયા તમે હે શ્યામ !
આંખો રોવે ,હૈયાં રોવે,
રોવે ગોકુળના હર ધામ .
કેમ કરી ભૂલું એ રૂપેરી દિવસો,
અને કેમ કરી ભૂલું એ સોનેરી સાંજ !
તું તો ગોકુળિયું ભૂલ્યો હે શ્યામ !
ભૂલ્યો કદમ્બની ડાળ .
વનરાવનની વાટે તેં મટકી ફોડી,
કેમ કરી ભૂલું મારાં ભીંજેલા ચીર.
કુંજવનનો એ ઝૂલો હે શ્યામ !
કેમ કરી ભૂલું એ મદભરી યાદ !
કંઠે રમતી તારી ,"બેલા"ની માળ,
કેમ કરી ભૂલું એ મુરલીની તાન .
બેલા
૧૨-૪-૨૦૧૨ /૧૦.૫૫.પી.એમ
No comments:
Post a Comment