Pages

મારાં શ્યામ


 

તારી રચેલી આ સૃષ્ટિમાં 
ચાલ તને લઇ જાઉં ફરવા !
             રચ્યાં તેં તો સુંદર વન-ઉપવન;
             ંઅને રચ્યાં ,વૃક્ષો જો ને ડોલંતા કેવાં?!
             રચ્યાં પેલા નદી અને પહાડ ;
             ને પંખીઓનાં ઉડતાં આ ટોળાં!?
                 મારાં શ્યામ ! તને લઇ જાઉં ફરવા !
રચ્યો તેં માનવી અદભુત !
એમાં મૂક્યાં હૈયાં ને હામ .
બુદ્ધિએ એની ,બાથ ભીડી સંગ તારાં 
ને રચ્યાં એણે જો ને કેવાં મકામ ?!
            તારાં રચેલાં ગ્રહોની માંહે
            છોડ્યાં કંઇક ઉપગ્રહો ને મિસાલ ;
            પાડ્યાં છીંડાં તારાં ઓઝાન પડમાં 
            ને ફૂલાયો ,જોઈ નિજ મુકામ .
ચાંદો ,તારા ,ને સૂરજ ,મંગળને 
વેતર્યાં પોતાની કક્ષા માંહ્ય ;
ધરતી ત્યાં દીઠી ,જીવન ત્યાં દીઠાં 
તો ઊછળ્યો કરવા ત્યાં પોતાનાં મકાન !
             મહેક માટીની ક્યાં ?સૌરભ ફૂલની ક્યાં ?
             કલરવ ખગનાં ક્યાં ?ને વાયુનાં શુદ્ધ લહેરાં ક્યાં ?
             "બેલા" સુકાઈ,મૂરઝાણી ,વિણ નીર ને હવા !!
મારાં શ્યામ !
હવે તને લઇ જાઉં ફરવા ક્યાં ???
                                                              બેલા 
                                                          ૬-૪-૨૦૧૨ /૮.૪૦.એ.એમ.

No comments:

Post a Comment