હથેળીમાં તમારું નામ
મારી હાથની હથેળીમાં શ્યામ !
લખી દીધું તમારું નામ.
મેંદી તારાં નામની હે શ્યામ !
મેં રચાવી મારે હાથ !
આ હાથનો હથેવાળો ક્યારે ?હે શ્યામ !
બેઠી હું તો માહ્યરા માંહ્ય .
વાટ જોઉં તારાં સામૈયાની ,
ક્યારે આવે હરિ મારે ધામ !?
અંતરનાં અંતરપટ ઘેરાંછે શ્યામ !
ટાળવા કેમ કરી :દેખાડો પાથ.
વૈતરણી તો બહુ આકરી ,હો શ્યામ !
મોકલો નામ-રટણાની તવ નાવ !!
ફૂલે સજાવીશ ,અત્તરે મહેકાવીશ
"બેલા"ની ગુંથાવીશ માળ !
તારી ગ્રીવાનો આધાર ક્યારે હો શ્યામ !
ક્યારે ચોરીનાં ફેરાં ચાર ?
આ હાથનો હથેવાળો ક્યારે હે શ્યામ !
બેઠી હું તો માહ્યરા માંહ્ય .
મારી હાથની હથેળીમાં શ્યામ !
લખી દીધું તમારું નામ .!!
બેલા
૫-૪-૨૦૧૨ /૧.૩૦.પી.એમ
No comments:
Post a Comment