મટુકીમાં મેં તો દીઠાં શ્યામ !
મહી માખણ ની ગોળી ફોડી ,
લુંટતા દીઠાં શ્યામ.--મટુકીમાં
મથુરાને મારગ જાતાં,
બંસી વાળા દીઠાં શ્યામ;
જમુના તટ પર પાણી ભરતાં
નચાવતાં દીઠાં શ્યામ .--મટુકીમાં .
વનરાવનની કુંજ ગલીમાં
કેલી કરંતા રાધેશ્યામ ,
"બેલા"ભક્તિ કરે તમારી ,ચિત્ત ધારો ઘનશ્યામ.!
મટુકીમાં
મેં તો દીઠાં શ્યામ !!
બેલા
૧૨-૮-૧૯૯૧
No comments:
Post a Comment