આવ મારાં લાલ,
તને પારણીએ પોઢાડું ;
મેના,પોપટ,ચકલીનાં
સાજ એને સજાવું
રણઝણતી ઘૂઘરીઓ
ને રેશમની દોર
પારણીયે ઝૂલે મારો
વ્હાલો નંદકિશોર
હાલાં વ્હાલાં નાં ગીતડાં ગાઉં
ને સજાઉં ફૂલથી સેજ,
બાલોશિયા હરિ ! ધરજો ગાલે;
ને શમણે સરજો સે'જ .
ચાંદ-તારા ભેળાં રમજો
ને ઉડ્જો પરીઓ સંગ;
સવાર સવારે પાછાં વળતાં
છાંટજો ઝાકળ,"બેલા"ને અંગ .
છીપશે તૃષા ઓસબિંદુથી
ધરવ છો ના થાય;
લાલ, તમારું પારણીયુ
અમે ઝુલાવશું સદાય .
બેલા
૧૯-૪-૨૦૧૨ /૧.૦૦.પી.એમ
No comments:
Post a Comment