આ જીવન સરિતા
જાણે કાલિન્દી નદી .
બચપણ માં શુદ્ધ સલીલ,
વધતી વય,વધતા વિષય !!
કર્યાં ઝેરી જીવન-જળ .
મોહ,માયા ને મમતા ,
મદ લોભને મત્સર ;
કામ, ક્રોધ ને ગર્વ ના ફ્ણાં
ફેલાવે કાતિલ વખ !
ગબડાવો ગેડી દડો, આંતર-ઝાંખીનો
ને કરો વીષ -જાળ ;
નાથો સૌ ફણા એ નાગનાં
ને બનો કાલીય નાથ !!
કા'નો રાજી થાશે જોઈ ,નાગનું આ દમન ,
મુરલી મધુર બજાવીને ,કરશે એ નર્તન !
હોંઠો પર એનાં ,ફરકશે ,ધીમી ધીમી મુસ્કાન
જોઈ ઝૂમી ઉઠશે "બેલા" ઝુલાવીને ડાળ .
બેલા
૧૯-૪-૨૦૧૨ /૧.૦૦.પી.એમ.
No comments:
Post a Comment