વાંસળી તો કાન્હાએ રાધાને દઇ દીધી ,
ને પોતે વાટ ,મથુરાની લઇ લીધી .
વાદો કર્યો'તો ફેર મળવાનો ,
પણ,દ્વારિકા જઈ વાત ભુલાવી દીધી .
રાધા તડપે ધારી વાંસળીને હાથમાં ,
એને હૈયાની થાપણ કરી લીધી .
કુંજવનની આમ્ર ઘટામાં ,વ્યાકુળ બની
બંસીની ફૂંક એક મારી લીધી ,
"બેલા"ની વલ્લરી ઝૂમી ઊઠી
ને એણે ફોરમ પ્રસરાવી દીધી .
બેલા
૨૧-૪-૨૦૧૨ /૭.૩૦.એ.એમ.
No comments:
Post a Comment