૧--- એક ઝલક પામવાને આતુર છુ ,
સામે બેસી બસ આટલું જાણવા આતુર છુ ;
પામ્યાં શું ?દિલબર ઠોકરે ઉડાવીને ;
હવે જીવતાં કબરમાં દફનાઈ જવા આતુર છુ .
બેલા /૩૧-૧૨-૧૯૭૫
૨---જીવનની ઉલઝનને શી રીતે ઉકેલું ?
ભંવર માં છે નાવ,શી રીતે ઉગારું ?
બની છે કેદ જિંદગાની;
પ્રાણ ફફડે છે ,ઊડી જાવા ;શી રીતે ઉડાડું ?
દુનિયા-દારી,જવાબ દારીની જંજીર ,શી રીતે ઉછાળું ?
બેલા /૨-૧-૧૯૭૬
૩---મન પંખેરું !ઉડવાના આ શાં ઉધામા ?!
પિંજરમાં પુરાયા છે તારાં પ્રાણ !!
બેલા
૪---હૈયાનાં હરણ ને કેમ કરી સમજાવું?
ઝાંઝવાની દોટ છોડી ;ગંગાજળની અંજલી લે .
બેલા ૪-૧-૧૯૭૬
૫---અરે, મૂંગા ઓ મનડા !તને ક્યાં લઇ જાઉં ?
તારી બેતાબીને ક્યાં જઈ શમાવું ?
મૂંઝાઈ મતિ મારી,ને મૂંઝાઈ ગતિ છે;
ઝંખના તે કોની ?હું કેમે ના સમજું.!!
બેલા /૫-૧-૧૯૭૬
૬---મન !હવે ચાલો ,
છોડો,આ ધીંગાણાં ધાડો;
પરભુ સંગ પ્રીતે મહાલો --મન..
માયાપુરીનો મોહ છોડો,
વખત વિતાવ્યો ઠાલો ;
શું મેળવ્યું ?શું અર્પિયું?ના
હિસાબ હવે તો મેલો ?!!
બેલા /૨-૧-૧૯૭૭
No comments:
Post a Comment