હો જી મારાં ઉશીકા ખોવાણાં !
મારું માથું હું ટેકવું કેણી પેર ?
ખોળવાને નીસરી તો પહોંચી બજારમાં ,
જોઉં તો ,બાપુ ,મહારાજ ને ભાઈ જીની ભીડ !
વિચાર,વાડા,પંથ,પ્રથાના,
ઉભરાયા ત્યાં તો તીડ !
માનું તો માનું કોને ?!
કિયા રે સાધુ-સંતની ધરું ભેર ?--મારું માથું....
રામજી,શામજી,માતાજી,ગુરુજી
કોને રે પગલે હું માંડુ નેણ ?
કિયા રે ઘરમાં બેસું નિરાંતવા ?
હું તો શ્વસી રહી જો ને હાંફ ભેર !--મારું માથું....
બાવરી બની ચકરાઈ "બેલા" ,
પાછી વળી ગઈ ઘેર !----મારું માથું...
બેલા
૬-૬-૨૦૦૧ /૩.૪૦.એ એમ
No comments:
Post a Comment