રાત વિતાવી વાટ માં ને દિવસ ગુમાવ્યો રોઈ !;
કન્હૈયા --તારી લગનીમાં હું તો ખોઈ !
હવે તો તું છોડાવે તો સૈ.
મનડું ભટકે કુંજ ગલીમાં ને તનડે તાંબડી લોઈ
કન્હૈયા તારી મિસરીમાં હું તો ખોઈ --હવે તો .....
ભવ-રણમાં હું ભટકું એકલી ,ઝાંઝવે ઝાંઝવે મોહી !
તારી છબી ના દીઠી ક્યાંયે ,મૃગ જળ પીને રોઈ
કન્હૈયા--મારી જીવતરની થઇ રે ભવાઈ !---હવે તો ....
બકુલ ને વૈજયંતી માલા "બેલા" સાથે પ્રોઈ
કા'ના ..તારી આખડીમાં નેહમાં હું તો તણાઈ
કન્હૈયા.. તારી પૂજામાં બાવરી ભઈ
હવે તો તું છોડાવે તો સૈ .!!!
બેલા
૨૩-૧૧-૧૯૭૬
No comments:
Post a Comment