Pages

પાષાણો બોલે છે.


                                 
      ઉત્ખનનથી મેળવેલાં પાષાણો પાસેથી જાણવા મળે છે;મનુષ્યની ઉત્ક્રાંતિ!એ ઉત્ક્રાંતિના મૂળ ,માનવતાનું થયેલું શોષણ.આખો ઇતિહાસ જોઈએ તો ,એ રક્ત રંજીત છે.માનવ જીવન અત્યંત શોષિત,રક્ત-ભીનું,અને ભયાતંક છે.વધુ દૂર ન જઈએ -તો રામાયણમાં રામનો વનવાસ એ રાણી કૈકેયી દ્વારા રાજપુત્રનાં હકનું શોષણ અને સુખની હિંસા છે.સીતા હરણ અને સીતા ત્યાગ એ માનવતા વેધક અમાનવીય દુષ્કૃત્ય છે.નારીનું લાંછનાગ્રસ્ત શોષણ છે.નારીનાં વ્યક્તિત્વની હિંસા છે.મહાભારતમાં દ્રૌપદીની પણ એ જ પરિસ્થિતિ છે. ઔરંગઝેબનું  જહાંગીર અને દારા સાથેનું અમાનવીય વર્તન, બધાય પ્રસંગો શોષણ,હિંસા અને ભય દર્શાવે છે.લોથલ હોય કે પીરામીડ,
         આ બધાનું સંશોધન કરવા પાછળ પુરાતત્વવિદો અને ઇતિહાસકારો પડ્યાંછે.શું અર્થ છે આ બધાનો?દરેક ઇતિહાસ યુદ્ધોનાં વર્ણનથી ભરપૂર છે.દરેક યુદ્ધ વખતે માનવ જાતનું અપમાન થયું છે .અને ,એનાં અવશેષો પર સંશોધન કરી કયા સંશોધનકારે એ રિબામણી,શોષણ,અને આતંક દૂર કરવા પ્રયત્ન કર્યો?કોણે માનવીને, ફરી, ઈશ્વરે સર્જેલી,અર્પેલી મઘમઘતી દુનિયા પછી મેળવવા ઉત્સાહિત કર્યો?
            તો પછી,હે ઇતિહાસકારો અને પુરતાત્વવાદીઓ ,ભૂતકાળનાં ખંડેરો ખોદી ખોદી દફનાવેલા,દબાઈ ગયેલા અશ્મીઓ અને અવશેષો કાઢી,રાસાયણિક પ્રક્રિયાઓ કરી ભૂતકાળને શાં માટે ઉથલાવે છે?!જે ભુત-કાળ બની ગયો છે ;ગત-કાળ-વહી ગયેલો સમય છે એની ખણખોદ શાં માટે?
             વર્તમાનમાં એથી શું સારું થઇ રહ્યું છે?ઇતિહાસનું એ જ પુનરાવર્તન થાય છે.એ જ ધર્મના વાડાના નામે ગુલામી,અને શોષણ(આપણે જાણીએ છીએ ધર્મ અને પંથના સ્તંભોના કરતૂત),એ જ રાજનીતિને નામે સંઘર્ષ અને યુદ્ધ.!પ્રકાર ગત કાલ કરતાં ભલે જુદાં પરંતુ માળખું તો એ જ.તો શાં માટે ભૂતનું વિશ્લેષણ?૧વર્તમાનનું જ વિશ્લેષણ કરી ભવિષ્ય સુધારવાનો પ્રયત્ન કરોને !!નર્યા વિતંડાવાદથી શો ફાયદો?ભાઈ ભૂતકાળ પ્રેમીઓ !ભૂતમાંથી પાછાં વળો ,ભુત કાળ  વાગોળી વર્તમાન ન બગાડો.જૂની સંસ્કૃતિનાં સારાં સારાં તત્વો વર્તમાનનાં સારાં તત્વં સાથે મેળવી સંસ્કૃતિને જાળવો;અને એ પણ વિના યુદ્ધે.!
              કેટલાંક ઇતિહાસવિદ્દ તો રામ-કૃષ્ણ ખરેખર જન્મ્યાં હતાં કે નહી ,અથવા ઈસુ પરણ્યાં કે નહી એનાં વંશજ છે કે નહિની ખણખોદમાં પડ્યાં છે. ભાઈ, આ બધી ચર્ચા છોડી એમના કથનમાંથી ,વ્યવહારમાંથી જે સુસંસ્કાર મળ્યા છે, જે બોધ મળ્યો છે,જે ઈમાન,સત્વાક્ય ,સદધર્મ મળ્યાં છે તેને સાચવો, અનુસરો અને ફેલાવો તો માનવતા ઉપકૃત થશે .
                                                                       બેલા 
                                                                         ૭ જુલાઈ ૨૦૧૨ 
                                                                               ૧૧.૪૫.એ.એમ.
                                                                                    યુ.એસ.એ.

No comments:

Post a Comment