વીંછીનો ડંખ તો સહી લીધો .હે શ્યામ !
જુદાઈનો ડંખ સહ્યો જાતો નથી.
જગત-હડસેલો સહી લીધો હે શ્યામ !
તારો હડસેલો સહ્યો જાતો નથી .
વીજ ઝબકારે તને દીઠો હે શ્યામ !
હવે આ અંધકાર સહ્યો જાતો નથી.
તારી -મારી પ્રીતની નિંદા સહી લીધી હે શ્યામ!
તને નિષ્ઠુર કહ્યો ;તે શબ્દ સહ્યો જાતો નથી .
મારી વેદનાની ચીસ તો સહી લીધી હે શ્યામ !
તારી વાંસળીનો સૂનો સૂર સહ્યો જાતો નથી.
જીવન બાગ ઉજડ્ય્યો ;સહી લીધું હે શ્યામ !
"બેલા"ની માળા સુકાઈ ;ગમ સહ્યો જાતો નથી.
બેલા
૨૩જુલાઇ૨૦૧૨
૭.૦૦એ.એમ.યુ.એસ.એ.
No comments:
Post a Comment