મારાં હૈયાનાં દરબારમાં,
મેં
એક પ્યારભરી બેઠક રાખી છે.
એની પીઠ ઉપર પ્રીતની પિછવાઈમાં ,
દરેક બિંદુ ઉપર ;
વ્હાલના મોતી મઢાવ્યા છે.
હું
શ્રદ્ધા પૂર્વક તારાં આગમનની
રાહ જોઉં છું.
તું તારાં પ્રેમથી સભર
હૈયા સાથે,અને પૂર્ણ આશિષ સાથે
એ આસન ઉપર બિરાજશે.
ત્યારે હું
પૂર્ણ ભક્તિથી,હૃદયના ઉલ્લાસથી
કશું પણ બોલ્યા વિના ,પ્રસન્ન ચિત્તે
દરબારીઓથી વિદાય લઇ
તને મારાં
છેલ્લાં વંદન કરી
તારું -મારું ઐક્ય સાધીશ.!
બેલા
૨૧જુલાઇ૨૦૧૨
૧૧.૨૦.એ.એમ.
No comments:
Post a Comment