શ્યામ!તમે રુસણાં લીધાં ?
શું કસોટી કરવી છે ?પ્રેમની ?
બંસરીને મેલી દીધી કમરમાં, ને,
મુખ મોડી લીધું ,બંધ નયન કરી.!
શ્યામ,મારાં !અંતરિયાળ આમ ,
મુને છોડી,જઈ શકશો નહી ;
દૂર કરીશ તમારી રુસવા,
રેલાવી મારાં હેતની હેલી !
હાથ ઝાલી તમારો,વિનવીશ ,વ્હાલાં !
જતાવીશ વેદનાનાં તરંગોની માળા !
"બેલા"ની ડાળને ડોલાવી,ખુશ્બૂ ફેલાવી
ફૂલડે વધાવીશ,તને,મારાં મનહારી !
મને ખબર છે;ખુશ્બૂ બેલાની
તને છે ખૂબ પ્યારી ,
અને એ જ ખુશ્બૂ
દેશે,તારાં આ રુસણા છોડાવી .!!
બેલા
૬ જુલાઈ ૨૦૧૨
૮.૪૦.એ.એમ.યુ.એસ.એ.
No comments:
Post a Comment