હે શ્યામ !
મારી સાથે છે,આ બગિયાની ફળી .
તું વાટ જોવડાવ ;તને ગમે તેટલી .
સંગ મારી ઊભા આ મોગરા ,
ને રાતરાણી ચારસૂ ફરી ;
ગુલાબ-જાસુદે નેવાં કર્યાં,
ને ચમેલીએ સુવાસ મોહરી .
આગિયા ચમકે થઈને દીવા ,
ને બાગ રહ્યો મહેકી ;
ચંપો મહોર્યો આકાશે ભરી બાથ ,
ને કળીઓ વિલસે ટસરની .
રાહ સજાવી,ગુલછડી-ગેન્દાએ ,
ચાદર પારીજાતે બિછાવી ;
ભમરાનો એકતારો ગુંજે ,
પતંગિયા બજાવે તાળી .
તાલે એનાં "બેલા" ડોલી ,
ગાયે તુજ પ્રીત-કહાણી;
તોડી શકીશ ના
ગાંઠ ભરોસાની .
હે શ્યામ !
તું વાટ જોવડાવ ,તને ગમે તેટલી !!!
બેલા
૧૯જુલાઇ૨૦૧૨
૪.૨૫.પી.એમ.યુ.એસ.એ.
No comments:
Post a Comment