નાનું એવું ગામ.
ભાગોળે વડલો.
વડલા હેઠળ ચાની લારી.
બાજુમાં ચબુતરો.
સામે પીળાં રંગની બેઠી પરસાળ
પરસાળમાં બચુડીયાની નીશાળ.
મોટું મેદાન.ગિલ્લીદંડા ને રમતોનું નિશાન.
બીજી કોર તળાવ;પનિહારી ને ધોબનહારીનું
મજાક મસ્તીનું સ્થાન.
હસતી ભાગોળ.રમતી ભાગોળ.
પણ
કાળે કરવટ બદલી.
મેદાનમાં મિલ આવી,હીરાકણી ઊડી .
ગિલ્લીદંડા ગયાં છૂટી.!
ઘર ઘર નળનું પાણી;પનિહારીની હડી છૂટી.
શાળા તો ભાંગી પડી ને માસ મોટી ઓફીસ બની.
વડલો વચ્ચે ખૂણો પાડે;વડવાઈઓ પણ તૂટી.
ઓહો !!કેવાં રંગ-રૂપ હતાં?!
ને
કેવાં રંગ ઢંગ થયાં ? જોઈ ;
ભાગોળ ભાગી ગઈ .!!!
બેલા
૨૨જુલાઇ૨૦૧૨
૯.૦૫.એ.એમ.
No comments:
Post a Comment