જઈ જઈને
ક્યાં જાશો શ્યામ!
ને ક્યાં ,ક્યાં છુપાશો શ્યામ !
જ્યાં જ્યાં જશો ત્યાં ત્યાં
મને જ તમે દેખશો શ્યામ .!
તમારી પગદંડીએ શ્યામ !
મારી ભનક પડશે શ્યામ .
જાઓ જવાય તેટલા દૂર શ્યામ,
પામશો દરેક પગલે મુજને શ્યામ !
વનરાઈની ઝાડીમાં શ્યામ;
નદી સરવરની પાળે શ્યામ;
મોટા ડુંગર-કોતર શ્યામ,
ખુંદો મુજથી દૂર જઈ શ્યામ;
થઇ શકશો નહીં જુદા શ્યામ,
પલકોની ઝપકમાં હું શ્યામ !
જુદાંછે શું ફૂલ ને ખુશ્બુ ?
જુદાં છે શું વાદળ ને બિન્દુ?
એમ જ તું ને હું છું શ્યામ;
"બેલા" ફૂલ તું ખુશ્બૂ શ્યામ !
બેલા
૧૧ જુલાઈ ૨૦૧૨
૧૧.૦૦ પી.એમ.
યુ.એસ.એ.
No comments:
Post a Comment