આવ્યો ન કાનુડો !આવીશ કહીને,
થાક્યાં આ નયણાં ધીરજ ધરીને .
રાત ગઈ ને ચાંદની થઇ ફીકી,
ચમક છુપાઈ તારોડીયાની,
હવાની ઝલક ઝૂલે ફૂદડી ફરીને ----આવ્યો---
આવો હે કાન્હા !પ્રાણ હવે છૂટે;
સફર છે લાંબી,પગ પણ તૂટે,
લઇ જાને ભવપાર હાથ આ થામીને--આવ્યો---
સજાવ્યો મેં પૂજાથાળ ફૂલડાં ભરીને;
જ્યોતિ આશની હ્રદયે ધરીને,
"બેલા"ની માળા કરમાં ગ્રહીને
આવ્યો ન કાનુડો આવીશ કહીને.
બેલા
૬ જુલાઈ ૨૦૧૨
૧૨.૦૦ નુન.યુ.એસ.એ
No comments:
Post a Comment