હવે તો ના ભમું તારી પાછળ
કાનુડા,હવે તો મને થાક લાગ્યો.
પગની પિંડીઓમાં કળતર ઉઠ્યાં
અને ખસી ગયો કમરનો મણકો.
શ્વાસની સરગમ થઇ બેસુરી
ને ફેફસાનો વહી ગયો ફાંકો.---કાનુડા હવે ....
બાવડાના બળ જો ને લબડી પડ્યાં
ને નજર્યુંનો લાજી ગયો લટકો.
બુદ્ધિ તો મારી ગઈ બહેર ,ને
શ્રવણેન્દ્રીય ને વાગ્યો કાંટો ---કાનુડા હવે......
કાંડાના કામણ ખૂટી ગયાં
ને ગયો "બેલા"ની ડાળનો લ્હેકો.---કાનુડા હવે...
બેલા
૨૬જુલાઇ૨૦૧૨
૭.૦૦પિ.એમ.યુ.એસ.એ
No comments:
Post a Comment