વાદળ ગગડે ,વીજળી સળકે ;વારિ વરસે અનરાધાર !
મેહુલો ગાજે,મયુર થનકે,તરુવર ડોલે અપરંપાર .
જળ કેરાં મોતી ચળકે;પલ્લવ પરે,કેવાં દમદાર !
મેઘધનુ ની છટા નીખરે;મુગટ બની શોભાયમાન .
છબિ દીસંતી મોહન કેરી ,શ્યામલ શ્યામલ છટાદાર ;
"બેલા"વારિ..રહી ડોલતી ,દેખી વર્ષાના ખેલ અપાર !
બેલા
૧૫જુલાઈ૨૦૧૨
૩.૪૫.પી.એમ.યુ.એસ.એ.
No comments:
Post a Comment