હું ભમી તારી પાછળ ખાલી ખાલી !
મન તો માને કે મેં તો ભર્યો
તને ,નયન-મનમાં .પણ;
જીવન-સંધ્યાએ જાણ્યું ,
હું તો રહી ગઈ ખાલી ની ખાલી
મન તો માને કે મેં તો ભર્યો
તને ,નયન-મનમાં .પણ;
જીવન-સંધ્યાએ જાણ્યું ,
હું તો રહી ગઈ ખાલી ની ખાલી
.
જ્યમ તડકે મુકેલ એક કોડિયું ,
ને માન્યું કે કોડિયું એ તેજે ઝગ્યું !
તડકો ઢળ્યો ને સંધ્યા વીતી ,ત્યારે;
જોયું તો કોડિયું ખાલી ને ખાલી !
જ્યમ તડકે મુકેલ એક કોડિયું ,
ને માન્યું કે કોડિયું એ તેજે ઝગ્યું !
તડકો ઢળ્યો ને સંધ્યા વીતી ,ત્યારે;
જોયું તો કોડિયું ખાલી ને ખાલી !
વર્ષાનાં વારિના બુંદ જો હોત
ઝીલ્યાં ,તો કોડિયું ના હોત ખાલી .
તારી તેજની ધારાના બુંદ જો
મળ્યાં ,તો આરત ના રહી હોત ખાલી .
અમથી ભ્રમણાના ભૂતમાં મ્હાલી ,
મારું અંતર કોડિયું રહ્યું ખાલી નું ખાલી .!
બેલા
૩૦-જુલાઇ૨૦૧૨
૧૨.૧૫ એ.એમ. યુ.એસ.એ.
No comments:
Post a Comment