-----હે શ્યામ મારાં ! વાટ જોઉં છું ,કે'વારથી !
-----આજ નહીં ,કાલ નહીં ,આવશે જરૂર તું કો'કે દિ ' !
-----આ મનની એકલતાને હરીશ , વિચારી , રહું છું વિલસી !
-----ઢોલિયો, ચાદર ,ફૂલ ને અત્તર સાથે મેલ્યાં માખણ-મિસરી !
-----મિલનનાં સુભગ ટાણે હું ,થાક્યાં પાય પસવારીશ ,
-----હૈયે ચાંપી ,નયનોને તવ, ધીરેથી પંપાળીશ !
-----ત્યારે મારા દિલની ધડકન ,દેશે તને ઝંઝોટી;
-----અને લઇ મને આશ્લેષે ,દેશે , દિવ્ય સુરભીની સુરખી !
-----આ જ સ્વ્પ્નમાં વીતી જાશે ,રજની આ અથરી ,
-----સ્મરણો થકી ગોટાતી બેસું , આંખ કીકીમાં લેતી !
-----શ્યામ ! આજ નહીં તો કાલ ,નહીં તો આવશે આંગણ એક દિ '.
-----"બેલા"ની જાજમ પાથરીને આમ જ હું ટળવળતી ,! ! !
15\2\2020
2.15. એ.એમ.
No comments:
Post a Comment