-----રેતીમાં સપનાનો મેં , મહેલ બનાવ્યો ,
-----એક અજાણ મોજાએ આવી , ધોઈ નાખ્યો ;
-----રેતી રહી , કણ કણ માં ,ને , મહેલ મેં ખોયો ,
-----જાણ્યો, તે જ પળે મેં ,મરમ આત્માનો !
-----દેહધારી , આત્મા ,આ ભવ-સાગરે આવ્યો ,
-----દેહ ભૂલી ગયો ,ખેંચી જશે ,અજાણ, અનંત મોજાઓ ;
-----અને ફરશે અવિરત , જીવન-મૃત્યુનો ચકરાવો ,
----- કિન્તુ હું સમજી ગઈ ,
-----રહેશે ભીતર તંતુ નિરંતર આત્માનો !
9\2\2020
11.25. એ.એમ
( ગીતાના શ્લોક 20થી 26 અધ્યાય 2જો )
No comments:
Post a Comment