-----મને પ્રેમ સંન્યાસી બનાવોને , પ્રભુજી !
-----વ્રજની ગોપીઓને દીધું દાન , પ્રભુજી !
-----પ્રેમઘેલી હું ,મને આશા તવ મિલનની , પ્રભુજી !
-----વિરહઝાળ બાળતી ,યાચું તવ કૃપા ,પ્રભુજી !
-----મન-માખણને ચોરી,બનાવ તુજ ગોપી, પ્રભુજી !
-----મને ય વસાવ તુજ હૈયે ,સુણાવી મુરલી ,પ્રભુજી !
-----આ કળિયુગમાં ક્યાં એ તન્મયતા ? પ્રભુજી !
-----"બેલા" તો ફક્ત ઉચ્ચરે નિશદિન તવ નામ , પ્રભુજી !
3\2\2020
10.25એ.એમ.
No comments:
Post a Comment