-----મોતીબિંદુ ઝળકે ઝાકળનાં , ફૂલો પરે ,
-----સંદેશ આવ્યો ભાણનો ,ને બિંદુ ઊડે ;
-----બિંબ -પ્રતિબિંબ કેવાં એકમેકમાં ભળે !
-----ભીનાં ભીનાં ફૂલપાન ઝૂમી પ્રેમાસવ પીવે !
-----જાણે છે બિંદુ ,અલ્પ સમય છે એની પાસે ,
-----ભરે સૌંદર્ય મનમોહક ,અને સૃષ્ટિએ નિખરે !
-----ખુમારીથી હસે ,અને જગને ખુશખશાલ ખીલવે ,
-----પછી કરે ગમન ,ચડી પંખીઓને ટહુકે !
-----જો, આ ઓસબિંદુ ,શું કશું શીખવે ?
-----જીવી જા આનંદે ,દઈ આનંદ આ ભૂમિ પરે ;
-----સમજી ઘેઘૂર પરદો,"બેલા" તો ડોલે ,
-----પલ્લવ-ખંજરીથી હરિ નામ ઉચ્ચરે !
14\2\2020
10.00 પી.એમ.
No comments:
Post a Comment