-----મને તુલસીનું પાન બનાવ મારા હરિ ,
-----જેનાથી તોળાઈ તેં કર્યા સત્તભામા ,નિરાભિમાની !
-----મને આરતીનો દીવો બનાવ મારા હરિ,
-----જે, દે,મારા અંતરને ,અજવાળી અજવાળી !
-----મારા રુદિયાને ગોકુળ બનાવ , મારા હરિ ,
-----ને એ શુદ્ધ આવાસે આવી ,જાને તું વસી !
-----મને પારિજાતનું વૃક્ષ બનાવ મારા હરિ ,
-----તો મારી "બેલા"ની વેલને દઉં ત્યાં ચડાવી !
(ગોકુલ ==ગો= ઇન્દ્રિયો, કુળ =સમુદાય
ઇન્દ્રયો શુદ્ધ થાય એટલે હૃદય ગોકુલ બને, અને ત્યારે પરમાત્મા એમાં બિરાજે )
29\1\2020
8.50 પી.એમ.
No comments:
Post a Comment