-----જીન્દગીની યાત્રા પગપાળે કરો ,ફરી ,
-----માણો તાતો તડકો,હૂંફાળી ટાઢે ઠરી ;
-----સ્પર્શો, વર્ષોથી લહેરાતાં વૃક્ષોની ડાળી ,
-----સૂંઘો, ધરતીની સોડમ અને વીંધો આભની અટારી !
પરંતુ
-----જો ચડયા ,માયા-ઇન્દ્રિયના ચકરાવે ભૂલથી ,
-----તો પથ યાત્રાનો ધૂંધળાશે ,અંત ચુકાશે મઁઝીલથી , !
-----"બેલા" સમજી લે મરમ ,અને વેગળી રહે ભ્રમથી ,
-----નક્કી પહોંચીશ લક્ષ્યે , પામીશ પ્રભુને પ્રેમથી , ! ! !
15\2\2020
12.15.એ.એમ.
No comments:
Post a Comment