-----જો હરિ સ્મરણોમાં ખોવાઈ ગયાં ,
-----તો,પાંપણે દર્શનનો પ્યાર લાગે ;
-----જો હરિ ભજનમાં ભીંજાઈ ગયાં ,
-----તો રુદિયે ઉન્મત્તતાનો હિલોળ જાગે !
-----જો હરિકથા શ્રવણમાં બેસી ગયાં ,
-----તો કાનને મધુકરનો વાયરે ગુંજારવ લાગે ;
-----જો તિર્થસ્થાને સ્થાઈ થઇ ગયાં ,
-----તો ચરણને ચાલવાનો ભાર લાગે !
,
,
-----જો તુલસીક્યારે દીવડો ઝગમગે ,
-----તો ચિત્તમાં ચોમેર ચળકાટ લાગે ;
-----જો વ્હાલમાનાં વાવડ વાયરે વાયાં ,
-----તો "બેલા" ની સૌરભની સિતાર વાગે !
19\2\2020
3.15.એ.એમ.
No comments:
Post a Comment