Pages

બેલનો વેલેન્ટાઈન


કોઈએ પૂછ્યું,"આજે આટલા સજીને તૈયાર થયા છો ,
તે કોઈ વેલેન્ટાઈન પ્રોપોઝ કરવાનું છે ?
મેં જવાબ આપ્યો, આ રીતે,

મારો શામળો મને પૂછવાનો છે ,
"ચાલ, આવવું છે મારા ગામે?"
હું કહીશ, "હા, તું જો હાથ મારો થામે "
હસી કાનુડો બોલશે, "તન્મય થા મારા નામે,
સ્વભાન, દેહભાન ભૂલી ,રમી જા રમમાણે;
હું તો વસું જ છું તુજ સંગ, મર્મ સ્થાને,
ચાલ,એક થઈ રમીએ  આ ટાણે !"

હું "બેલા"મહેકી ઉઠી, ઉડી અનિલની પાંખે,
બ્રહ્માંડ મુજને મળી ગયું,ને ,હું ત્યાં, બ્રહ્મની પાસે !

No comments:

Post a Comment