-----તારી ને મારી વચ્ચે એક નિહારિકા છે ,
-----જેણે ધુમ્મ્સ રચ્યું છે ;
-----ક્યારેક તેને ભેદીને ,તારો સૂર્ય પ્રકાશશે ,
-----અને મને ઉત્તપ્ત અને સજગ કરશે ,
-----સમજ્યા ન સમજ્યાનું જગત ,
-----અને પછી તેની તડકી-છાંયડી મારી સુલઝશે ;
-----અને નિરભ્ર શુભ્ર ગગન દેખાશે ,
-----હટશે જ્યારે આ પરદો ,દર્શન તુજ થાશે !
-----પછી મધુભર્યાં વાયુ વહેશે ,
-----ચિત્તે શીત સરિતા સરશે ;
-----અનિલની લહેરોએ લહેરી,
-----બેલાની સૌરભ ઉડશે ,
-----ચડતી એ સરસર ધૂનીથી ;
-----આકાશગંગામાં વિહરશે।
-----ૐ કારના ધ્વનિ સંગે અંતરને ઉજાળશે।
અને અંતે
-----તારી રાસલીલામાં જોડાશે ,
-----સાહી ,"બેલા"માળ , ખુદને તવ ચરણે ધરશે।
15\2\2020
3.00 પી.એમ.
No comments:
Post a Comment