ધન્ય ધન્ય એ જનાબાઈ,
જેને મળવા આવે વિઠોબા .બાળકી ચિંતિત,
"ક્યારનાં ઉભા વિઠોબા !ચરણ દાબી દઉં ,
જરા બેસો વિઠોબા ";
બાળકીની મદદે ચક્કી ચલાવતા વિઠોબા,
આડે આભૂષણ આવતાં , ઉતારે વિઠોબા .
મંગલામાં પહોંચ્યા દોડતા ઓઢી જના ની શાલ, વિઠોબા !
ચોરની ઠારી જનાબાઈ ,જુએ તમાસો, વિઠોબા !
જના કૂદી નદીમાં ,ને સ્વમાં સમાવે વિઠોબા !
ચરિત્ર જનબાઈનું સૂણી , "બેલા" પુષ્પ ધરે ,
ને ભજે , વિઠોબા વિઠોબા .

No comments:
Post a Comment