Pages

જનની


કૌશલ્યા અને કૈકેયી, જનની રામ- ભરતની ,
કૌશલ્ય બાળ રામની ,કૈકેયી બાળ ભરતની .
વહાવે ધારા  સ્નેહની ,વાંછના પુત્રોના ઉતકર્ષની ,
વાંછના રાજ્યના ઉતકર્ષની ,હટાવવા , નિબિડતા અસુરવનની ! 

દ્રષ્ટા કૈકેયી બની દુષ્ટા ,ભોગવી દુજી પ્રસવ વેદના ;(ભગવાન રામના જન્મની ) 
માગ્યા વર, વનવાસ રામના ,અને ભરતના રાજ્યાસનના ! 

રામ જો ન બનત વનવાસી ,
અરણ્યો ને યજ્ઞો રહેત ત્રાસી,
અસુરગણ  કરતા રહેત રહેંસી ! 
જન અસમાનતા રહેત ફાલતી .

પીધી કટોરી, કટુ-ધિક્કારવચનના વિષની ! 
જગતની તેમ જ ભેખધારી ભરતની ! 
કૌશલ્યા હતી  ,બાળ રામની  જનની ! 
અને કૈકેયી બની ભગવાન રામની જનની .! 

દ્રષ્ટા બની દુષ્ટા, રામસંગ પામી અમરતા ! 
                               29/1/2025 
5.30.એ.એમ 
સરખાવો મારી જ રચના સાથે , "કૈકેયી- દ્વેષી દુષ્ટા  કે દક્ષા ?" 5/6/2015 



No comments:

Post a Comment