Pages

તાણા વાણા

 

વિચારો ,
મનનાં  તાણા વાણાથી કેવી ચાદર બને ? 

સુંદર રંગી, સુ- રૂપ કળા વાળી ?
કે , આડાતેડા દોરાધાગાના ગૂંચળા વાળી ?
સમદર્શી, સમવર્તી,માયાથી ગૂંથેલી ?
કે, રાગ-દ્વેષના અંગારસમ લાલ ચણોઠીની  વેલીવાળી?
ભક્તિના શુદ્ધ સુવર્ણી તાણા થી મઢેલી ?
ને , સુકૃત્યોના રૂપેરી વાણાથી વણેલી ?

મનનાં  આ તાણા -વાણાથી ચાદર શોભે કેવી ! 
ઓઢાડું પ્રેમે , પ્રતિમા,ને  મારા ,પ્રીતમકેરી ! 
ઉપર પહેરાવું, "બેલા"ફૂલમાળા ગૂંથેલી ;
રાચે રાય ! મન્દ હાસ્યે, કરી કેલી !!! 
                               6/6/2025
                              11.15 એ એમ 

No comments:

Post a Comment