Pages

કાળી ઉડાન

 


આનંદ ઉત્સાહ ભરી એ ,      ઉંડાન ,
સ્નેહીનાં મિલન માટેની એ     ઉડાન ;
અંતર-સપના પૂર્ણ થવાની એ ઉડાન ,
બની રહી , અંતે , એ , કાલની  ઉંડાन ! 

પાંખો ફફડાવી ઘેઘુર ઘમકારે, ભરી ઉડાન ,
અને, આ શું ?! ઘમ`મ્કારે પછડાઈ ઉડાન ?!
આગમાં લપેટાઈ , સપનાની એ ઉડાન ! 
સાથ લૈ ગૈ  , ધરતીના સપૂતોને ય ઉડાન ! 

શોક્ગ્રસ્ત, દુઃખદાયક બની એ ઉડાન ! 
હૈયાં  કકળાવી જીવનબેલ  બાળી ગૈ ઉંડાન !
પ્રભુ ! સર્વને શાંત યાત્રા દે તવ તરફી ઉડાન ;
સ્વજનોને દેજે, 
આશ્વસ્ત હિંમ્મ્ત ભરી સહનીય  એ ઉંડાન !!
                                       12 જૂન 2025 
    એ આઈ બોઇંગ ડ્રીમલાઈનેર ના અકસ્માત દિવસે 

No comments:

Post a Comment