મોરપીંછની સુંવાળપથી , તમે જરા અડો જો શ્યામ,!
હિજરાતા હૈયાને , તો , ઘડીક મળે આરામ .
મુરલીના એ મધુર સુરોથી , છેડો જો એક તાન ;
સુણી એ નાદ સ્વરોના ,અમને જરીક મળે આરામ .
સુંવાળપ એ મોરપીંછની, ને સુકુમાર તારી શાન !
રીઝવે જોને ,સૌ જગતને, જોને જોને શ્યામ!
મયુર-ગહેક ને કૂક કોકિલની રેલે મદમાતાં ગાન ,
અમને ય ડોલાવે જરીક ,એ "બેલા"ની સંગાથ! ! !
6/4/2025
2.30 પી એમ .

No comments:
Post a Comment