Pages

શ્યામ તમે ?

 

કદમ્બ  વૃક્ષના થડને અઢેલીને ,
ત્રિભંગ મુદ્રામાં બંસી કરે ધરીને ;
લલચાવતાં હે શ્યામ! તમે ! 

મનમોહક બંસીનાદ કરીને ,
દોડાવતાં  ,ગોપીને ઘેલી કરીને ;
મન્દ મુસકાતા હે  શ્યામ! તમે ! 

ક્યારે બોલાવશો આ વ્યાકુળ વિરહીણીને ,?
તલખે, તડપે 'બેલા" ફૂલ ધરીને ;
ક્યારે દેશો મિલન-સુખ શ્યામ! તમે ?! 
                                 8/7/2025 

No comments:

Post a Comment