આવે ગોકુલ યાદ આવે, કૃષ્ણરાયને , આવે ગોકુલ યાદ આવે .
કાલિન્દી તટે કચ્છપ ફાળ ભરતા ,
કાંઠે કદંબ વૃક્ષ ડોલે, કૃષ્ણરાયને આવે .....
બંસીવટ ઘેઘૂર ને રમણીય રાસલ્હાણ ,
ગોપીના માખણ ભાવે ,કૃષ્ણરાયને આવે .....
કુંજવને કોકિલની કૂજે કીલકારી ,
નિધિવને રાધિકા ઘૂમે મદમાતી;
ગંગીના દૂધ યાદ આવે , કૃષ્ણરાયને આવે ....
ગોપબાળ સંગે વનરાવન મ્હાલે ,
મોરમુકુટ બન્સીની તાને , કૃષ્ણરાયને
આવે ગોકુલ યાદ આવે .
16/11/ 2024
3.55 પી.એમ.

No comments:
Post a Comment