-----કરું આરાધન ,ભક્તિ ભજનના શબ્દથી ,
-----મારે તો મેળવવો તાર ,તુજ દૈવી સુરથી।
-----ભણકાર વાગે કર્ણમાં મૃદુલ , દૂર દૂરથી ,
-----નૂપુર રણઝણતાં ,અનહદના ઝણકારથી ;
-----નજીક લાવો , તો , હટુ હું , શબ્દની સંગતથી ,
-----ઝીલું અનાહત નાદ ,સુણાવો જે સુરથી।
-----રાત આ શીતળ , ને , અનિલ પણ મથે ક્યારથી ,
-----પહોંચવા તુજ સમીપ ,ચાલી ચીલા પરે ,પડયાં પુરોગામીથી !
-----વાંચી થોથા ,મૂંઝાઈ મતિ , વળી પાછી ,અધવચથી ,
-----પ્રગટાવો તેજ અંતરે ,તો ભાળું ,તવ વિશુદ્ધ પગથી !
-----આભમાં અનહદ બજે છે ,સુર આ , યુગયુગોથી ;
-----"બેલા" સળગી કપૂર સમ ,પ્રસરવા નિજ સુગંધથી ! !
28\2\2020
9.00 એ.એમ.
No comments:
Post a Comment