-----એક જેલ પત્થરની ,એક જેલ જિંદગીની ,
-----આરોપી પુરાય તે પત્થરની જેલ;
-----મનની દિવાલોનો અજબ ખેલ !
-----માફી માગો ,મુક્તિ મેળવો નહીં તો ભોગવો જેલ,
-----કર્તાપણું છોડો ,મુક્તિ મેળવો ,નહીં તો ખેલો ખેલ !
-----ગુસ્સો, તિરસ્કાર ,દ્વેષનું વર્તન ,
-----કરી બતાવું , વાળું વેર ,એ ગુનાનું સર્જન ;
-----પામે જેલ, આ ગુનુગારનું ભવિતવ્ય ,
-----અહંકારથી ઉન્માદી નર્તન ,
-----આજ વર્તન -વિચાર તે જેલ।
-----પસ્તાવાના ઝરણે ડૂબે ,તો મુક્તિનો મ્હેલ ;
-----નિર્ણય તારો , વિચારી લે, કયો ખેલવો છે ખેલ !
10\3\2020
10.45.પ
No comments:
Post a Comment