-----વરસાદી મોસમમાં ,વીજળી સંગ કો'કે ,
-----દીધો ડંખ ને મેલી સળગાવી !
-----મલમ તો ના અડ્યાં , ના પાટાપિંડી !
-----ના ફૂંકે મળી ,શાંતિ ,લેશે મને ચર્મસોતી !
-----આ નજર્યું ના ડંખ ,ના છૂટે , વૈદે વાત જાણી ,
-----તો હું કેમ રહું અણબુઝી ! અનુભવતી ? !
-----વાદળાં દોડીને ઢાંકે ,આ વીજળી ,
-----ને ! ગગડાટ સૂચવે એની રવાનગી !
-----આટલો પરિતાપ ,આટલો સંતાપ દઈ ,
-----જાશો ક્યાં ,પરમ તેજ , પાછા વળી ? !
-----જાવા શેં દઉં હાવાં , હૈયાની હારી !
-----ચમકારા તેજના શુભ્ર એ પામી ? !
-----મારી હૈયાની આરસીમાં ,ઢળતી આ સાંજે ,
-----મનડું લોભાયું ,બિમ્બ-પ્રતિબિંબથી , ને ,
-----લાગ્યું , કો'કની નજર્યું છે મુજને ચોંટી !
-----ઈશારે ઈશારે જેણે દીધી ,નિશાની અગમની !
-----ઊગ્યાં સમજણનાં ફૂલ ,જીવન ક્યારીમાં મારી ,
-----ઝીલી વર્ષાની આ નિર્મળ મીઠી ધારી !
-----ચિત્ત ચોરાયું ,ને સમતા ય ધરુજી
-----હવે "બેલા" જોડી અંતરમાપ , નિજ વાડીએ બેઠી !
28\2\2020
1.25.પી.એમ.
No comments:
Post a Comment