-----રાણી રુક્મણીને ઝરૂખે બેઠાં શ્યામ,
-----આંખોમાં કાંઈ કેટલાં ય ભાવો ભરી ,બેઠાં શ્યામ !
-----પત્ની ,રૂક્મણિએ મેલી ,મોરલી શ્યામને હાથ,
-----ને , જોઈ પત્નીનાં મુખ તરફ ,તડપી ઊઠ્યાં શ્યામ।
-----ન્હોતી ત્યાં યાદ રાધાની , ન્હોતું વૃંદાવન ધામ,
------સ્મરણમાં નહોતાં બન્યાં નયનો વિષાદી , શ્યામ;
-----કેમ કરી કહે ભામાને , શાને હૃદયે દુ:ખી ,શ્યામ !
-----પંદર દહાડે નષ્ટ થશે , સારું યાદવકુળ ધામ !
-----મૂકી વાંસળી કોરાણે ,ફૂંક્યો પાંચજન્ય કલાન્ત !
-----આહટ હૈયે રાણી સ્તબ્ધ ! ,તડપે જોઈ ઘનશ્યામ ;
-----"બેલા" જાણે છે ,શી રીતે કહે વ્યથિત કહાન __
_____સ્વમુખે ,દ્વારિકાનાથ, થશે યાદવોનો વિનાશ ! ! !
9\3\2020
9.30.એ.એમ.
No comments:
Post a Comment