-----ફાગણ ફોરમતો આયો રે ,ફાગણ ફોરમતો આયો
-----કેસૂડો રંગ છવાયો રે , ફાગણ ફોરમતો આયો......ફાગણ। ..
-----પાંદડે પાંદડે સૂરજ સજાયો રે ,ફૂલે ફૂલે ભ્રમર ભરમાયો રે
-----ઓલ્યો ફાગણ ફોરમતો આયો....ફાગણ।....
-----મદિર મદિર વાયુ લહેરાયો રે ,રસિક જીવડો હરખાયો રે ,
-----મુગ્ધ યૌવને ઝીલાયો રે ,ગુલાલરંગે રંગાયો રે -ઓલ્યો ફાગણ ફોરમતો આયો ...ફાગણ। .....
-----કેસુડે જળથી ન્હાયો રે ,વિરહી જનને તડપાયો રે ,
-----પિયુ પરદેશમાં મ્હાલ્યો રે ,સખી ! લાવ્યો હૈયે ઉનાળો રે -ઓલ્યો।..
-----રાધાશ્યામનો ખેલ જામ્યો રે ,કુંજવને હિંડોળો હલાવ્યો રે ,
-----સપનામાં રંગે રંગાયો રે ,"બેલા" જુએ ,વ્રજ રઢિયાળો રે
-----ઓલ્યો ફાગણ ફોરમતો આયો
-----ફાગણ ફોરમતો આયો રે ફાગણ ફોરમતો આયો.
12\3\2020
1.40.એ.એમ.
No comments:
Post a Comment