Pages

માનો છો



-----હે શ્યામ ! તમે તો આપવામાં જ માનો  છો ,
-----મારી અપેક્ષાઓ વધુ છે ,એવું જ માનો  છો ;
-----ભલે , કિન્તુ , તમે સર્વને સંતુષ્ટ કરવામાં ય માનો  છો :
-----તો , મને ય , સંતોષથી ભરપૂર મુક્તિ આપવામાં માનો  છો ? ! ?

-----ભૂલી , તમે તો ,-- શોધીયે , ઝંખીએ , ત્યાં ન મળવામાં માનો  છો ! 
-----સત્ય પ્રગટે આત્મામાંથી, હૃદયમાંથી ,ત્યારે જ પામીએ , માનો છો ! 
-----ચરણ પખાળી પ્રેમાશ્રુથી ,સમર્પીએ જાતને ,ત્યારે જ મળવામાં માનો  છો ! 
-----અને અંતે , સમાવી, તમ તેજમાં ભેળવવામાં માનો  છો ! 

-----"બેલા"એ હ્રદયનાં  પર્ણોથી રિક્ત થઇ ,
-----ધીરજથી ,મુક્તિ માટે ડાળો  છે ,હલાવી ;
-----શ્રદ્ધા છે ,સમય થયે ,તમે ,------------
-----રોમરોમમાં વસંત બની ,-------------
-----સમાઈ જવામાં માનો  છો ! ! ! 
                                        16\3\2020 
                                             3.40.પી.એમ. 

No comments:

Post a Comment