Pages

કુરુક્ષેત્ર __ કૃષ્ણનું અને આજનું



-----વર્ષોનાં  વર્ષો વીત્યાં  , કુરુક્ષેત્રનું યુદ્ધ પત્યે ,
-----ગવાક્ષમાં બેઠાં  શ્રી કૃષ્ણ, પ્રયાણ ટાણે ચિંતવે ;
-----વૈધવ્ય પાળતી  આ દ્વારિકા  નગરી ખરે ! 
-----યાદવો નીરસ  થયાં  , નિત્ય કર્મ  જ સંચરે ! 

-----શું કૌરવો જ હણાયાં  એ યુદ્ધે ?! 
-----ના ,હણાયા સાથ આપનારા ય ,નિર્દોષ મૈત્રી ભાવે ! 
-----પાંડવો ય ક્યાં સુખી ? એ ધર્મ વિજયે ? ! 
-----કેટકેટલાં  હણાયા,એ મોતના તાંડવે ! ? ! 
-----સર્વત્ર નીરવ , સ્તબ્ધ ,વ્યથિત વાયુએ ,
-----ભેંકાર ભાસે વસતિ  , મૃત્યુ  પછેડીએ ! 

-----સર્વ કાલે થનગનાવતા  જીવનને ,ઉત્સવે ,
-----એ,શ્રી કૃષ્ણ હવે રહે, સંકોચાયેલા કોચલે ; ! 
-----દ્વારિકા સૂની , તો , જીવન ક્યાં હસ્તિનપુરે ? ! 
-----ત્યાં તો જીવંત શબ સમ સૌ વિચરે  ! 

-----કોણે  શું મેળવ્યું એ મહાયુદ્ધને અંતે ? ! 
-----શું સાચે જ ધર્મથી હણાયા ,અધર્મી, એ ? ! 
-----"બેલા" વિચારે , આજે ય જીવંત થાય છે ,
-----લખેલ ,જે , ઇતિહાસનાં  ઘૃણિત પન્ને ;---
-----એજ ચીરહરણ ,એ જ નિર્લજ્જ કૃત્યો ,
-----એ જ કુંઠિત વિચારધારા , સ્ત્રી-સન્માન ઠેબાય  ઠોકરે ; ! 
-----સત્તા માટે એ જ દાવ ,ચોસરને સોગઠે ,
-----એ જ શકુની ને કૌરવો રમે , હરાવવા, ધર્મને ! ! ! 
                                                       11\3\2020 
                                                            2.45.પી.એમ.

No comments:

Post a Comment