-----કાનુડો હાલ્યો છે ગોકુળ મેલી !
-----ક્રૂર અક્રૂરે ,આ તે કેવી ફોડી દોણી ? !
-----શામળિયો નથી રે નંદજીનો કેલી ? !
-----"લાલો મારો " રટતી જશોદાજી ઘેલી ? !
-----વ્હાણાં વીત્યાં , ને , વરસો વહી ગ્યાં ,
-----માતા જોતી વાટ , નેજવે હાથ મેલી !
-----માખણ-મિસરીના દેગ ભરી ભરી ;
-----આવતાં આંસુડાં લો'તી લો'તી .
-----માડી હૈયે હિજરાય ,યાદથી કાનાની ,
-----ખાંડણિયે દીધો'તો લાલાને મેં બાંધી ;
-----નંદજી નિઃશ્વાસે , મનની માંહી ,
-----ધકેલ્યો'તો મેં ગોધન વાંહે મેલી।
-----ગોપીયું રૂવે ," કંજૂસ હું " ,ચાંગળા માખણની ,
-----નચવ્યો નટવરને કેવો તાતા થૈ થૈ ; !
-----વસવસતા સૌ , અને ગાયો ય ની:સાસા મેલતી ,
-----રાધાજીની તો વાત ક્યાં ? એ તો ભમે એકલી અટુલી !
12\2\2020
3.40. પી.એમ।
------------------------------------------
ત્યાં તો......
------------------------------------------
ત્યાં તો......
-----ટોડલે કાગરાજ આવ્યા ઊડી ,
-----ને. કાઉં કાઉં થી ખડકી ડોલી !
-----માતાજી ઉઠયાં ઝબકી ,અને
-----ઝાંપલીએ દોટ છે મેલી ! !
-----શુકનવંતા કાગજીની શુભ શુભ બોલી ,
-----આવશે આજ કા'નો ,આસ દેતો, મનભરી ;
-----મારો વા'લો કરું તને ઓ કાળા કાગજી ,
-----ને ચડાવું તુજ ચાંચે ,હેમની ખોળી ! !
-----"બેલા"ના શામળા ! લલચાવે ,લીલાઓ તારી ,
-----ભમું સ્વપ્નમાં ,રાચું થઇ ગોપી પ્રેમઘેલી ! ! !
12\2\2020
3.40. પી.એમ।
No comments:
Post a Comment