કવિઓને રાધા વિરહીણી દેખાય ,!
--માતા યશોદાનો વિલાપ સંભળાય ; !
--દેવકી માના રોતાં ડૂસકાં અનુભવાય , !
--કયારે ય કૃષ્ણને કણસતાં નિહાળ્યા ? !
કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ , ! સાક્ષભાવે જીવી ગયા !
કિન્તુ
--એ ય માનવ થઈને જન્મ્યા હતા .એમને ય માનવ હૈયાની હાય, હવા સ્પર્શી હશે।
આ જ કણસ , કૃષ્ણના કાળજાની , આજે અહીં વિચારું છું।
--મારી જાણ પ્રમાણે મનુષ્યને અંતકાળે , મૃત્યુ સમયે ,વિતાવેલી આખી જિંદગી યાદ આવે છે।
સતકર્મ ઓછાં , ને દિલ દુભવ્યાના પ્રસન્ગોઓ ઝાઝાં યાદ આવે છે।
ભાલકા તીર્થમાં જરાના શરથી ઘા યલ થયેલા ,મનુષ્ય રૂપી ભગવાન શ્રી કૃષ્ણ પણ એ અવસ્થામાંથી પસાર થયાં હશે ? !
હા , કદાચ , મા દેવકી, યશોદા મૈયા, રાધા બધાય ને વલવલતા મેલ્યાં હતાં !
એ પ્રેમ-બન્ધન તોડયા વિના વિદાય લઇ શકે ? સખી દ્રૌપદીની વ્યથા --અંતરનાં ઊંડાણના ,
એ , સખ્યની દોરી છોડયા વિના પ્રયાણ કરી શકે ? !
અરે ! રુક્મણિને , એમનાં તાદાત્મ્યને , તરછોડીને જઈ શકે ? !
જયાં સુધી આ સર્વે શ્રી કૃષ્ણે મુક્ત ન કરે , ત્યાં સુધી શ્રી કૃષ્ણ પણ, મુક્ત ન થઇ શકે !
એમના અંતિમ સમયે એ , કા'નો , સખો , પતિ , કેટલું વલખયો હશે અને કેટલા વિનવ્યા હશે સૌને ! ! ? મુક્ત કરવા અને પ્રયાણ માટે અનુમતિ આપવા ! ? ! મનને મુક્ત કરવા કૃષ્ણ સૌની રાહ જુએ છે અને મનોમન સર્વને મળી , સર્વનો મોહ છોડાવી ,મુક્ત કરી ,પોતાની મુક્તિ મેળવી હશે ! .
જ્યારે સર્વે કહે છે , " તમારું આપેલું તમને અર્પણ કરીએ છીએ , સિધાવો। "
ત્યારે કણસ થી મુક્ત થઇ શ્રી કૃષ્ણ સ્વસ્થાને ગતિ કરે છે
અસ્તુ।.
17\3\2020
1.40.એ.એમ.
No comments:
Post a Comment