Pages

સંમોહ -બંધ



-----શામળા ! તારો ને મારો આ મેળાપ છે ,
-----આપણા પ્રેમનો આ ભરપૂર વ્યાપ છે। 

-----યમુના કિનારાનો સુંદર ઘાટ છે ,
-----અને , તારી બંસીનો મધુરો નાદ છે ;
-----શાંત  વહેતા જળનો મદિર  નિનાદ છે ,
-----પૂરક એવો ,મયૂરનો ઉત્સવી સાદ છે। 

-----શાંત ચિત્તે ,સંગીતનો આલ્હાદ છે ,
-----વીતે ના ,આ ક્ષણો ,એવો ઉન્માદ છે ;
-----આ સમાધિમાં જ મુક્તિ મળે એ આસ છે ,
-----નવા જન્મે , નવા રૂપે , આરાધવાની પ્યાસ છે। 

-----"બેલા"ને તો , આ , સંમોહ -બંધનો અતિ આનંદ છે ,
-----મઘમઘે છે , અંતરે ,ને , સૃષ્ટિમાં એનો પમરાટ છે ! 
                                                       25\3\2020 
                                                             5.30. એ.એમ। 

No comments:

Post a Comment