ચિઠ્ઠી આવી છે મારાં વ્હાલાની,
મોકલી છે એણે બોલાવાની એંધાણી .
નયનોનાં દીવા ઝાંખાં થયાં,ને
શ્રવણેન્દ્રીય પણ થઇ નાઠારી
પગનાં પગલાં થયાં ઢીલાં
ને હાથમાં આવી ગઈ કંપારી.
"બેલા"ના વનમાં પાનખર આવી
અને ધીરે ધીરે ઉજડે છે બાગબાની.
બેલા
૧-૫-૨૦૧૨ /૧૦.૩૦.એ.એમ.
No comments:
Post a Comment